Gram Panchayat Election: ગાંધીનગરના આ ગામમાં છે રસાકસીનો ખેલ, સરપંચની રેસમાં છે 11 ઉમેદવારો
Gandhinagar: ઉવારસદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ છે. સવારથી મતદાન માટે મતદારોની લાઈનો લાગી છે. તો આ ગામમાં સરપંચની ચૂંટણી માટે 11 ઉમેદવારો મેદાને છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Gram Panchayat Election) જંગ રાજ્યના દરેક જીલ્લામાં જોવા મળી રહ્યો છે. તો ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર (Gandhinagar) તાલુકાની વાત કરીએ તો અહીં 52 પંચાયતોમાં 223 વોર્ડના સભ્યોની ચૂંટણી છે. ત્યારે સરપંચ માટે 193 અને વોર્ડ સભ્યો માટે 511 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. વહેલી સવારથી જ ગાંધીનગર તાલુકાના 192 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તો મોટી માનવામાં આવતી ગ્રામ પંચાયતા ઉવારસદ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન માટે મતદારોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે ઉવારસદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ છે. સવારથી મતદાન માટે મતદારોની લાઈનો લાગી છે. તો આ ગામમાં સરપંચની ચૂંટણી માટે 11 ઉમેદવારો મેદાને છે. ગામ ઉવારસદ 8700થી વધુ મતદારો ધરાવતી પંચાયત છે તો પંચાયતનો કબજો કરવા ભારે રસાકસી જામી છે. સરપંચ માટે 11 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ છે.
જણાવી દઈએ કે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયતમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો: Gram Panchayat Election: ઠંડીના જોર વચ્ચે લોકોમાં ઉત્સાહ, બનાસકાંઠાના ગામડાઓમાં મતદારોની લાઈનો
આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં મતદાન શરૂ: 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ, 358 મતદાન મથકો સંવેદનશીલ