રાજકોટ જિલ્લામાં મતદાન શરૂ: 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ, 358 મતદાન મથકો સંવેદનશીલ

Rajkot: વહેલી સવારથી જિલ્લાના ગામડાઓમાં મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયત આવેલી છે. તો જેમાં 134 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 8:27 AM

Gram Panchayat Election: આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો દિવસ છે. ત્યારે જણાવી દઈએ કે વહેલી સવારથી જિલ્લાના ગામડાઓમાં મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયત આવેલી છે. તો રાજકોટ જિલ્લાની 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જ્યારે 413 પંચાયતોમાં આજે ખરાખરીનો જંગ છે. જિલ્લાના 7 લાખથી વધુ મતદારો પંચાયતનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણી માટે જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તો 5,501 જેટલો પોલિંગ સ્ટાફ પણ ચૂંટણીમાં હાજર રહેશે. મોટી વાત એ છે કે આ મતદાન મથકોમાં 358 સંવેદનશીલ મતદાન મથકો છે.

તો બેરી ગામથી માહિતી મળી કે આવી ઠંડીમાં પણ વહેલી સવારે મતદારોમાં ભારે ઉત્સાહ હોવા મળ્યો છે. લોકો મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. તો જે કોઈ મતદાન કરવા આવે એમને હેન્ડ ગ્લવ, માસ્ક અને સેનિટાઇઝર પણ આપવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયતમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: Gram Panchayat Election: સુરત જિલ્લામાં મતદાન શરૂ, જિલ્લાના 9 તાલુકાની 407 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

આ પણ વાંચો: Surat: કેન્યાથી આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી, સંપર્કમાં આવેલા 22 લોકોના પણ ટેસ્ટ કરાયા

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">