Gram Panchayat Election: ઠંડીના જોર વચ્ચે લોકોમાં ઉત્સાહ, બનાસકાંઠાના ગામડાઓમાં મતદારોની લાઈનો

Banaskantha: બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. જણાવી દઈએ કે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 8:47 AM

Gram Panchayat Election: રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જંગ જામશે. તો બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. જણાવી દઈએ કે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે ત્યારે, આવી ઠંડીમાં પણ લોકો ઉમળકાભેર મતદાન કરવા આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સરપંચ માટે કુલ 1877 ઉમેદવાર અને સભ્ય માટે 4563 ઉમેદવાર વચ્ચે જંગ છે. 

બનાસકાંઠા જિલ્લામાં 13.48 લાખ મતદારો આજે મતદાન કરશે. સમગ્ર મતદાન પ્રક્રિયા માટે 9865 પુલિંગ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. તો 156 રૂટ પર જોનલ ઓફિસર મતદાન પ્રક્રિયા માટે ગોઠવવામાં આવ્યા છે. જિલ્લામાં 2766 બેલેટ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે.

જણાવી દઈએ કે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયતમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં મતદાન શરૂ: 547 પૈકી 134 ગ્રામ પંચાયતો સમરસ, 358 મતદાન મથકો સંવેદનશીલ

આ પણ વાંચો: Gram Panchayat Election: સુરત જિલ્લામાં મતદાન શરૂ, જિલ્લાના 9 તાલુકાની 407 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">