ગાંધીનગરમાં ટાઈફોઈડના 130 કેસ, તંત્રના દાવા સામે TV9નો રિયાલિટી ચેક ચોંકાવનારો, જુઓ Video
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 130 ટાઈફોઈડના કેસ નોંધાયા છે, જેમાંથી 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 120થી વધુ દર્દીઓ હાલ પણ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

અત્યાર સુધીમાં 367 પાણીના સેમ્પલ લેવાયા
મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 8 હજાર 56 ઘરોમાં રહેતા 27 હજાર 108 લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાથે-સાથે આરોગ્ય સુરક્ષા માટે અત્યાર સુધીમાં 5 હજાર ક્લોરિન ટેબ્લેટ અને 3 હજાર ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટાઈફોઈડના કેસોને લઈને નિવેદન આપતા જણાવ્યું કે જિલ્લા અને મહાનગરપાલિકાની ટીમો સતત કામે લાગી છે.
અત્યાર સુધીમાં 367 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામ રિપોર્ટ બરાબર આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. દર્દીઓની સારવાર માટે 22 ડોક્ટરોની વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે અને હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
TV9 ગુજરાતીનો રિયાલિટી ચેક
ત્યાં બીજી તરફ TV9 ગુજરાતીના રિયાલિટી ચેકમાં તંત્રના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સેક્ટર 24 વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્ર દ્વારા કોઈ મદદ ન મળ્યાનો આરોપ લગાવ્યો છે. રહીશોનો દાવો છે કે આરોગ્ય વિભાગની કોઈ ટીમ હજુ સુધી આવી નથી અને છેલ્લા 20 દિવસથી ગંદુ પાણી સપ્લાય થતું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત હોવાનું રહીશોએ જણાવ્યું છે. એક તરફ તંત્રના દાવા અને બીજી તરફ લોકોના નિવેદનો, બંને વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.