GUJARAT : આ વર્ષે સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢમાં યોજાશે, વહીવટી વિભાગને સૂચના અપાઇ
આ વખતે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન રાજ્યકક્ષાનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. આ મામલે રાજય સરકારે વહીવટ વિભાગને સૂચના આપવામાં આવી છે.
GUJARAT : આ વખતે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન રાજ્યકક્ષાનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. આ મામલે રાજય સરકારે વહીવટ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ તમામ કાર્યક્રમ કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવવામાં આવશે. તમામ જિલ્લામાં મંત્રીઓને હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. નોંધનીય છેકે વર્ષ 2012માં 15 ઓગસ્ટે જૂનાગઢમાં રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ વરસે ફરી જુનાગઢમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો. Cm દ્વારા 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીની ઉજવણી ગાંધીનગર સિવાયના જિલ્લામાં કરવા નિર્ણય લેવાયો હતો.