Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર, ભાજપ દ્વારા પસંદગી પ્રક્રિયા શરૂ, જુઓ Video

Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર, ભાજપ દ્વારા પસંદગી પ્રક્રિયા શરૂ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2026 | 3:50 PM

દિવાળી પૂર્વે ગાંધીનગર મહાનગરપાલિકાને નવા મેયર મળશે. ભાજપે મેયર પદ માટે પસંદગી પ્રક્રિયા તેજ કરી છે અને નિરીક્ષકોની નિમણૂક કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાને દિવાળી પહેલાં નવા મેયર મળવાની શક્યતા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ મેયર પદ માટે કવાયત તેજ કરી દીધી છે. આ પદ માટેના દાવેદારોની સેન્સ લેવા માટે ભાજપે નિરીક્ષકોની એક ટીમની નિમણૂક કરી છે. જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઝવેરી ઠાકર અને વંદના મકવાણાનો સમાવેશ થાય છે.

આ નિરીક્ષકો ગુરુવારે બપોરે 3 વાગ્યે ગાંધીનગર ખાતેના ભાજપ કાર્યાલય પર સંભવિત દાવેદારો અને પક્ષના નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો. મેયર પદ માટે ઘણા નામો ચર્ચામાં છે, જેમાં ખાસ કરીને ધર્મેન્દ્રકુમાર નાઈ અને કનુભાઈ દેસાઈના નામ મોખરે છે. આ ઉપરાંત અંકિત બારોટ, મહેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ગડાજી ઠાકોર, રૂપસિંહજી રાણાજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર જેવા નામો પણ દાવેદારી કરી રહ્યા છે. આ વખતે મેયર પદ અઢી વર્ષ માટે OBC પુરુષ કેટેગરી માટે અનામત છે.

સેન્સ પ્રક્રિયા બાદ આગામી બે દિવસમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં નવા મેયરના નામ પર અંતિમ મહોર લાગી શકે છે. આ નિર્ણય ગુજરાતના રાજકારણમાં મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ગુજરાતના રાજકારણમાં હલચલ, કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા 

Published on: Oct 22, 2026 03:49 PM
Follow Us
Loading...
Unable to load recommendations.