Gandhinagar : ગુજરાતમાં વધુ એક બનશે જંગલ સફારી, ઉનામાં સિંહોનો નવો વસવાટ બનાવવા ગુજરાત સરકારે આપી મંજુરી, જૂઓ Video
ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી (Jungle Safari) બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ બનવા જઇ રહ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની છે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
Gandhinagar : ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી (Jungle Safari) બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ બનવા જઇ રહ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની છે.
આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી પણ આ માટે મંજૂરી મળી શકે છે. વન મંત્રી મુળુભાઈ બેરાએ Tv9 સાથે વાતચીતમાં આ અંગેની જાણકારી આપી છે. તેમણે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સિંહોના વધતા જતા વિસ્તારને લઈ વધુ એક જંગલ સફારી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે રાજ્ય સરકારે પણ સહમતિ આપી દીધી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News