Gandhinagar: ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં, વિકાસમાં કોઈ વિવાદ નહીં’ એ જ આપણો ધ્યેય મંત્ર, ‘ગુડ ગવર્નન્સ ડે’ની ઉજવણીમાં CMનું નિવેદન

| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:26 PM

મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ. 49.36 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને સભાને સંબોધન કર્યુ હતુ.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ગાંધીનગરમાં ‘ગુડ ગવર્નન્સ ડે’ની ઉજવણીમાં સભાને સંબોધન કર્યુ, જેમાં તેમણે કહ્યું હતુ કે ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં, વિકાસમાં કોઈ વિવાદ નહીં’ એ આપણા સૌનો ધ્યેય મંત્ર રહ્યો છે. તેમણે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ની કામગીરીની પ્રશંસા કરી હતી.

 

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચથી લઈને, મહાનગરના મેયર સુધી ધારાસભ્યથી લઈને સાંસદ સુધીના તમામે વિકાસના કામો માટે પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને જનહિતને સમર્પિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે આપણે તો સૌ સદનસીબ છીએ કે આપણા સાંસદ અમિત શાહ દેશના ગૃહ મંત્રી અને પ્રથમ સહકારિતા પદે બેઠા છે.

 

મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે મોસાળે મા પીરસનારી જેવી સ્થિતિ છે. તેમણે જણાવ્યુ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પનોતા પુત્ર છે અને ગૃહ પ્રધાન અને સાંસદ અમિત શાહ પણ આપણા પરિવારના વડીલ છે. મુખ્યપ્રધાને જણાવ્યુ કે અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રને ઉત્તમ મત ક્ષેત્ર બનાવવાના નિર્ધાર સાથે માટે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપણને આપી છે.

 

મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ. 49.36 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને સભાને સંબોધન કર્યુ હતુ.

 

આ પ્રસંગે સંબોધનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ”ગાંધીનગર માટે આજે મહત્વનો દિવસ છે, સુશાસન એ સ્વરાજ મળ્યા બાદ પ્રજાની ઝંખના હતી. 2021માં સુશાસન ઈન્ડેક્ષની સ્પર્ધા કરાઈ, જેમાં ગુજરાત સૌ પ્રથમ આવ્યુ છે. 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,413 કરોડના આશરે 1,261 કામોનું લોકાર્પણ કરાયું. આજે લોકાર્પણ કરવામાં આવેલ કામો જનતાની સુવિધામાં ઉમેરો કરશે”

 

 

આ પણ વાંચો –Money laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી ચાર્જશીટ

 

આ પણ વાંચો –Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

Published on: Dec 29, 2021 05:23 PM