હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો: હત્યા અને બાળકને તરછોડ્યા બાદ આ જગ્યાએ ગયો હતો સચિન દિક્ષિત
હિના પેથાણીની હત્યા કરનાર સચિન દિક્ષિતની પૂછપરછ થઇ રહી છે. જેમાં અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. સચિન દિક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ મોલમાં ખરીદી કરવા ગયો હોવાનું સામે આવ્યું છે.
હિના પેથાણીની હત્યા કરનાર સચિન દિક્ષિતની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. સચિન દિક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ મોલમાં ખરીદી કરવા ગયો હતો. હિનાની હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરીને સચિન દિક્ષિત ગાડીમાં લઈ જવાનો હતો. પરંતુ સચિન લાશ ભરેલી બેગ ઉઠાવી શક્યો ન હતો. માટે હિનાની લાશ વડોદરાના ફ્લેટમાં જ મુકી ગયો હતો. ત્યારબાદ સચિન દિક્ષિત બાળકને ગૌશાળા મુકી આવ્યો.
આ દરમિયાન સચિન પોતાના જ બાળક પ્રત્યે એટલો તો નિષ્ઠૂર બની ગયો હતો, કે તે બાળકને તરછોડ્યા બાદ પોતાની પત્ની સાથે મોલમાં ખરીદી કરવા ગયો. સચિને હિનાની હત્યા કરી, બાળકને ગૌશાળા મુકી આવ્યો હતો છતાં તેના મનમાં જાણે કોઈ ચિંતા ન હોય તેમ ખરીદી કર્યા બાદ સચિન ઉત્તર પ્રદેશ જવાના રવાના થયો હતો. બાળકને રાત્રે મુક્યા બાદ બાળકનું શું થશે એની જરાયે ચિંતા કર્યા વિના સચિન યુપી જઈ રહ્યો. પરંતુ પોલીસને ચોક્કસ બાતમી મળતા તેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. હવે આ તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. જેમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે..
આ પણ વાંચો: Vadodara: ભક્તિમાં ભેદભાવ શા માટે? દલિત સમાજની મહિલાને ગરબે રમતા રોકાતા 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
