Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે મતદાન યોજાવાની સંભાવના, જુઓ Video

Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે મતદાન યોજાવાની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Sep 12, 2026 | 4:24 PM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંભવિત 11 ઓક્ટોબરે મતદાન યોજાઇ શકે છે, જ્યારે 14 અથવા 15 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, 14 અથવા 15 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની પ્રબળ શક્યતા છે. આ પહેલા, 14 સપ્ટેમ્બરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે, જે ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્વનો તબક્કો છે.

ચૂંટણી પંચ દ્વારા સંભવિત 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાઈ શકે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા લગભગ 20 થી 25 દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ થવાની ધારણા છે. તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વિવિધ લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના પગલે ચૂંટણીની જાહેરાત માટે માર્ગ મોકળો બન્યો હોવાનું મનાય છે.

ચૂંટણીની જાહેરાત થતાં જ ગાંધીનગરના રાજકારણમાં ગતિવિધિઓ તેજ બનશે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આ વખતે પણ સત્તા મેળવવા માટે પક્ષો દ્વારા રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં વરસાદનું કમબેક, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.