AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Breaking News : ગુજરાતમાં વરસાદનું કમબેક, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, જુઓ Video

ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે, કારણ કે તેમને લાંબા સમયથી વરસાદની રાહ હતી.

Weather Breaking News : ગુજરાતમાં વરસાદનું કમબેક, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, જુઓ Video
| Updated on: Sep 12, 2026 | 4:01 PM
Share

ભારતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે આજે દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 8-8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ છે. પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

પંચમહાલ: ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ

પંચમહાલના ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દાહોદ: શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત

દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. લીમખેડા અને દેવગઢ બારિયા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે.

ગીર સોમનાથ: લાંબા વિરામ બાદ ગીરમાં વરસાદનું આગમન

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શાનદાર શરૂઆત થતાં લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. એલમપુર, કેસરિયા અને માઢગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ કોડીનારના માલગામ, ડોળાસા, અડવી સહિતના ગામોમાં પણ વરસાદનું આગમન થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અમરેલી: જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રાહત

અમરેલીના જાફરાબાદ પંથકમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં લોકોને રાહત મળી છે. બપોર બાદ ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ટીંબી, છેલણા અને હેમાળ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">