વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર વચ્ચે બિલની રકમને લઈ વિવાદ, માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મુક્યું

સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે ડૉ.સોનિયા દલાલે 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ ઊંચા કરી દેતા ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે.

રાજ્યના પૂર્વ પ્રધાન યોગેશ પટેલે હાલમાં જ એવું નિવેદન કર્યું હતું કે- વડોદરાની ખાનગી હોસ્પિટલોએ કોરોના કાળમાં દર્દીઓ પાસેથી બેફામ 1880 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. તેવામાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર સોનિયા વચ્ચે બિલની રકમને લઈ વિવાદ સર્જાયો છે. જેના કારણે કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોની ફી વસૂલાત સામે સવાલો ઉઠી રહ્યા છે.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે ડૉ.સોનિયા દલાલે 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ ઊંચા કરી દેતા ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે. તબીબનું માનીએ તો કોરોનાકાળમાં તેમણે 2 હજાર 865 દર્દીની સારવાર કરી હતી. દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂ.7000થી વધુની રકમ વસૂલ કરી હતી અને એક દર્દીની સરેરાશ 7 દિવસ સારવાર કરવામાં આવી હતી. જેથી હોસ્પિટલ પાસેથી તેમને રૂ.20 કરોડથી વધુની રકમ લેવાની થાય છે. જોકે હોસ્પિટલે તેમને ફક્ત 1 કરોડ 41 લાખ 68 હજાર રૂપિયા જ ચૂકવ્યા હતા.

સોનિયા દલાલની વાત માનીએ તો, હોસ્પિટલમાં પેશન્ટ વધતાં તેમણે મેનેજમેન્ટને વીનંતી કરી હતી કે, તેમના આસિસ્ટન્ટ તરીકે ડૉ. અભિનવ કામ કરશે. મેનેજમેન્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ડૉ.અભિનવને કોઇ રકમ ચૂકવશે નહીં અને ડૉ.સોનિયાએ જ રકમ ચૂકવવી પડશે. જે અંગે ડૉ.સોનિયા સહમત થયા હતા. પરંતુ પાછળથી ખબર પડી હતી કે ડૉ. અભિનવને હોસ્પિટલે વિઝિટિંગ ડૉક્ટર તરીકે રાખ્યા ન હોવા છતાં તેમના નામે પેશન્ટ પાસેથી નાણા વસૂલ્યા હતા.

તો બીજીતરફ સ્ટર્લિંગ હોસ્પિટલના CEO ડૉ.અનિલ નામિબિયારે ડૉ. સોનિયાના આરોપોને ફગાવી દીધા છે.તેમણે કહ્યું કે દર્દીની સારવાર કોઈ એક ડૉક્ટર કરી શકે નહીં, તબીબોની ટીમનો સહિયારો પ્રયાસ હોય છે.

તો આતરફ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. ડૉ. સોનિયા દલાલે કરેલી અરજીની તપાસ ચાલી રહી છે. સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati