હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો જ નથી : ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે " મારો જે લિકર રિપોર્ટ આવ્યો છે એ શંકાસ્પદ છે. મારો લાઇવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવામાં આવે, મારુ બ્લડ સાચવીને રાખે સરકાર, એને લઇને પણ અમે આગળ કાર્યવાહી કરવા માંગીએ છીએ,"

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 1:33 PM

આપ નેતા (AAP Leader) ઇસુદાન ગઢવીનો (Isudan Gadhvi) લિકર ટેસ્ટ (Liquor test)પોઝિટીવ આવ્યો હતો. જેને લઇને ઇસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ (Press conference )યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, “હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો નથી.”

આપ નેતા ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi)એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ” મેં જિંદગીમાં કયારેય દારુ પીધો નથી, વિરોધ કરવો વિરોધ પક્ષનું કામ છે, વિરોધ કરવા જતા વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે,

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ” મારો જે લિકર રિપોર્ટ આવ્યો છે એ શંકાસ્પદ છે. મારો લાઇવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવામાં આવે, મારુ બ્લડ સાચવીને રાખે સરકાર, એને લઇને પણ અમે આગળ કાર્યવાહી કરવા માંગીએ છીએ,” વધુમાં ઇસુદાન ગઢવીએ ઉમેર્યું કે “પેપર લીક મામલે કોઇ વ્યક્તિ (મોટા માથા) સામે પગલાં નહીં, પણ ઇસુદાન ગઢવીએ દારુ પીધો કે નહીં એના ઉપર ચર્ચા ચાલે છે,” ” આ લડાઇ ચાલુ રહેશે, હું હાલ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઇ રહ્યો છું.”

નોંધનીય છેકે પેપર લીક કેસમાં કમલમ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન આપ નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીધેલી હાલતમાં મહિલા કાર્યકરની છેડતીનો આરોપ લાગ્યો હતો. જેને લઇને હાલ રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો : Vadodara: મેયર કેયુર રોકડીયાની પુત્રીથી કિશોરોમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત, જાણો વેક્સિનને લઈને કેવો ઉત્સાહ

આ પણ વાંચો : SURAT : પાંડેસરામાંથી બિનવારસી મળેલી અઢી મહિનાની બાળકીનું કતારગામ અનાથ આશ્રમમાં મોત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">