Gandhinagar : હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમાર પર મારામારી કર્યાનો આરોપ, જુઓ Video
ગાંધીનગરના સુઘડમાં રહેતા અને અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના કર્મચારીની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે.
Gandhinagar : ગાંધીનગરના સુઘડમાં રહેતા અને અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે સોસાયટીમાં જ એક વ્યક્તિ સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. કોન્સ્ટેબલે યુવકને ત્રણથી ચાર લાફા ઝીંક્યા હોવાની પોલીસ ફરિયાદ પણ થઇ છે.
હેડ કોન્સ્ટેબલ સામે એક પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હેડ કોન્સ્ટેબલે આ યુવકને તેના ઘરની બહાર બોલાવ્યો હતો અને અન્ય કોઇ ફરિયાદમાં તેમની સામે જવાબ કેમ લખાવ્યો તેમ કહીને દાદાગીરી કરી હતી. સાથે જ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મીએ આ યુવકને ત્રણથી ચાર લાફા પણ ઝીંકી દીધા હતા. ત્યારે આ પોલીસ કર્મી સામે IPCની કલમ 279, 427, 323, 504, 506(2) અને 114 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
