AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા પહોંચ્યા કમલમ, કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, જુઓ Video

Gandhinagar : ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા પહોંચ્યા કમલમ, કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 7:39 PM
Share

ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા હતા. પ્રદિપસિંહની કમલમમાં પ્રવેશબંધી હોવાનો વાતો પાયાવિહોણી સાબિત થઈ. કમલમ પહોંચી કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

ગાંધીનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા છે. મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત કમલમ પહોંચ્યા છે. પ્રદિપસિંહની કમલમમાં પ્રવેશબંધી હોવાનો વાતો પાયાવિહોણી હોવાનું પણ સામે આવ્યું હતું. કમલમ પહોંચી પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :  રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

પ્રદીપસિંહ વાઘેલા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે પાર્ટીને ઊભી કરવા માટે તેમનો ઘણો સમય ફાળવેલો છે. જો કે તાજેતરમાં ભાજપમાં ઘણા બદલાવ થયા છે. વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક મળ્યા બાદ જિલ્લા પ્રમુખો બદલવામાં આવ્યા છે. ભાર્ગવ ભટ્ટનું રાજીનામુ પણ અચાનક લેવામાં આવ્યુ હતુ. ભાર્ગવ ભટ્ટના સમયમાં વડોદરાની ફરિયાદોને આધારભૂત બનાવી રાજીનામુ માગી લેવામાં આવ્યુ હતુ. હજુ પણ તે ખાલી જગ્યામાં નિમણુક કરવામાં આવી નથી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 07, 2023 07:14 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">