Breaking News : ગાંધીનગરમાં હાઇવે પરની છ હોટલને ફૂડ વિભાગે સ્વચ્છતા ભંગ બદલ નોટિસ ફટકારી, જુઓ Video

Breaking News : ગાંધીનગરમાં હાઇવે પરની છ હોટલને ફૂડ વિભાગે સ્વચ્છતા ભંગ બદલ નોટિસ ફટકારી, જુઓ Video

| Updated on: Nov 22, 2026 | 8:06 PM

ગાંધીનગરમાં ફૂડ વિભાગે હાઇવે પરની છ હોટલ અને રેસ્ટોરાંમાં દરોડા પાડી સ્વચ્છતાના અભાવ બદલ નોટિસ ફટકારી છે.

ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ફૂડ વિભાગની ટીમે ગાંધીનગરના હાઇવે પર આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરાં પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતી છ હોટલોને નોટિસ ફટકારવામાં આવી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.

ફૂડ વિભાગ દ્વારા અડાલજ-મહેસાણા હાઇવે પર આવેલી લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરાં, છત્રાલની મારુતિ નંદન કાઠિયાવાડી હોટલ, અડાલજના ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, મહારાજ હોટલ, ચંદ્રાલની વિનય હોટલ અને છાલાની પાલો હોટલ સહિત કુલ છ એકમોને સ્વચ્છતામાં બેદરકારી દાખવવા બદલ નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ હોટલોને નિર્ધારિત સમય મર્યાદામાં સ્વચ્છતા સંબંધિત ખામીઓને દૂર કરવા અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ફૂડ વિભાગે આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ સંબંધિત કુલ 31 પેઢીઓમાં પણ તપાસ હાથ ધરી હતી. વેપારીઓને તેમના એકમોમાં આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના બોર્ડ લગાવવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

મોરબીના ખેડૂતો સરકાર સામે લડીલેવાના મૂડમાં, 10 જાન્યુઆરીએ જેતપુરમાં કિસાન મહાપંચાયત યોજશે

Follow Us
Loading...
Unable to load recommendations.