ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત જાપાન અને સિંગાપોરના પ્રવાસે જશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જુઓ વીડિયો

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત જાપાન અને સિંગાપોરના પ્રવાસે જશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 31, 2023 | 5:40 PM

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સમયમાં વિદેશ પ્રવાસે જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિનિયર IAS અધિકારીઓ સાથે જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. મુખ્યમંત્રી સાથે અન્ય 7 અધિકારીઓ પણ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશ પ્રવાસે જશે. જેઓ 27 નવેમ્બરના રોજ વિદેશ જવા રવાના થશે. જાપાન અને સિંગાપોરમાં ઉદ્યોગ રોકાણકારો સાથે મુખ્ય પ્રધાન વાતચીત કરશે.

ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી માસમાં યોજાવાની છે. જેના અંતર્ગત રાજ્યમાં તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના વિદેશ પ્રવાસે જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિનિયર IAS અધિકારીઓ સાથે જાપાન અને સિંગાપોરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટને લઈને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.

મુખ્યમંત્રી સાથે અન્ય 7 અધિકારીઓ પણ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશ પ્રવાસે જશે. જેઓ 27 નવેમ્બરના રોજ વિદેશ જવા રવાના થશે. જાપાન અને સિંગાપોરમાં ઉદ્યોગ રોકાણકારો સાથે મુખ્ય પ્રધાન વાતચીત કરશે. VGGS 2024ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કર્યું છે.

“કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ ઇવેન્ટના આકાર અંગેના તેમના ઇનપુટ્સ માટે મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી રહી છે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સનું નિયમિત ફોર્મેટ, દેશો વચ્ચે સેમિનાર અને ચર્ચાઓ ચાલુ રહેશે,” તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 16, 2023 12:15 PM