Gandhinagar : મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ, જુઓ Video

Gandhinagar : મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 08, 2025 | 3:37 PM

ગાંધીનગર મનપા દ્વારા ડ્રોનની મદદથી મચ્છરની ઉત્પતિ કેન્દ્ર શોધી દવા છંટકાવ કરવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા મોટા તળાવો, ખુલ્લી ડ્રેનેજ, કન્સ્ટ્રકાશન સાઇટ, ઈમારતોની છત જેવા સ્થળો પર દવા છંટકાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે ગાંધીનગર મનપા દ્વારા ડ્રોનની મદદથી મચ્છરની ઉત્પતિ કેન્દ્ર શોધી દવા છંટકાવ કરવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા મોટા તળાવો, ખુલ્લી ડ્રેનેજ, કન્સ્ટ્રકાશન સાઇટ, ઈમારતોની છત જેવા સ્થળો પર દવા છંટકાવવામાં આવી રહી છે. જે જગ્યાએ સરળતાથી નથી પહોંચી શકાતું ત્યાં સર્વેલન્સ અને દવા છંટકાવ કરવામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ચોમાસાના વરસાદ દરમિયાન ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખી શકાય છે.

બીજી તરફ સુરતમાં પણ ચોમાસામાં રોગચાળાનો કહેર જોવા મળ્યો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલટીના કેસમાં 10થી 12 ટકાનો વધારો થયો છે.

છેલ્લા 15 દિવસમાં 8 બાળકના ચાંદીપુરાથી મોત

બીજી તરફ ચોમાસામાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 8 બાળકના ચાંદીપુરાથી મોત થયા છે. તબીબોએ વાલીઓને સાવચેત રહેવાની અપીલ કરી. અસારવા સિવિલમા પણ તબીબોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ. બાળકોને તાવ ન ઉતરતો હોય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા અપીલ કરી. સૌથી વધુ 10 વર્ષથી નીચેની વયના બાળકોમાં વાયરલની અસર જોવા મળે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો