Gandhinagar : રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ( CM Bhupendra Patel ) ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આજે બેઠકમાં આગામી વિધાનસભા સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
તો મધ્ય ગુજરાતમાં નર્મદાના પાણી ખેતી માચે આપવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તો આજે કેબિનેટ બેઠકમાં સાળંગપુર ભીંતચિત્રો વિવાદ અંગે પણ બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત, જી-20 બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આ તમામ પ્રકારના મુદ્દાઓ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
તો આ અગાઉની બેઠકમાં પણ રાજ્યમાં વરસાદ પાછો ખેંચાવા અંગે બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવશે. પાણી અને વીજળીની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતો પાણી અને વીજળીની માગ કરી હતી. વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:36 am, Tue, 5 September 23