Gandhinagar Video : આજે ઝવેરી કમિશનને લઈ થઈ શકે છે મોટી જાહેરાત, ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં થયો રજૂ

Gandhinagar Video : આજે ઝવેરી કમિશનને લઈ થઈ શકે છે મોટી જાહેરાત, ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં થયો રજૂ

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 29, 2023 | 4:03 PM

આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં ઝવેરી કમિશનનો (Zaveri Commission) અહેવાલ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો આજે કેબિનેટ બેઠક બાદ OBC અનામતને લઈ મોટા સમાચાર આવે તેવી સંભાવના છે.

Zaveri Commission : આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં ઝવેરી કમિશનનો (Zaveri Commission) અહેવાલ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો આજે કેબિનેટ બેઠક બાદ OBC અનામતને લઈ મોટા સમાચાર આવે તેવી સંભાવના છે. તો આજે ઝવેરી કમિશનની ભલામણો અંગે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આજે સાંજે 4 વાગ્યા સુધી મોટો જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ઓબીસી કમિશન ની ભલામણો માન્ય રાખી હોવાનો સુત્ર દાવો કરી રહ્યા છે. વસ્તી આધારે ઓબીસી અનામત લાગુ કરવા ભલામણ થઈ હતી. સરકાર 20% થી વધુ અનામત જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar : GMCના વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન જસવંત પટેલે ઉઠાવ્યાં સવાલ, જૂઓ Video

આ અગાઉ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી હતી. કમિશનની ભલામણો પર અભ્યાસ કરવા માટે સરકારે કમિટી બનાવી છે. કમિટીમાં ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવડીયા, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ તથા ઋષિકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે જુલાઈ 2022માં સ્વતંત્ર પંચની રચના કરી હતી.

હાઇકોર્ટના નિવૃત જજ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી હતી. ચેરમેનની સાથે સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. પંચ રચાયુ ત્યારે 90 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત હતી. જે પછી 13 એપ્રિલ 2022એ પંચે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.

આટલી ચૂંટણી અટકી છે

OBC અનામત જાહેર ન થતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકી હતી. 7100 ગ્રામ પંચાયતમાં ચૂંટણી અટકી છે. તો 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી અટકી છે. 18 તાલુકા પંચાયતની પણ ચૂંટણી નથી થઈ. ચૂંટણી નહીં થતાં અહીં વહીવટદારનું શાસન ચાલી રહ્યુ છે. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજમાં OBC 10 ટકા અનામત મળે છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 29, 2023 02:10 PM
g clip-path="url(#clip0_868_265)">