ગાંધીના ગુજરાતમાં હવે તસ્વીરોમાંથી પણ ગાંધી ગાયબ, સુરેન્દ્રનગરની કલેક્ટર ઓફિસમાં નથી ગાંધીજીની એક પણ તસ્વીર- જુઓ વીડિયો
આપણે ગાંધી વિચારો, ગાંધી મૂલ્યોને તો પાછળ છોડી દીધા છે પરંતુ હવે તસ્વીરોમાંથી પણ ગાંધી ગાયબ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરની કલેક્ટર ઓફિસમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. જ્યા ધરતી બચાવો અંતર્ગત પ્રતિક ઉપવાર પર બેસેલા લોકો કલેક્ટર કચેરીમાં ગાંધીજીની તસ્વીરને સુતરની આંટી પહેરાવવા ગયા પરંતુ ગાંધીજીની એકપણ તસ્વીર કલેક્ટર ઓફિસમાં જોવા ન મળી.
ગુજરાતને મહાત્મા ગાંધીનું ગુજરાત કહેવાય છે. જો કે આજના સમયમાં ધીમે ધીમે ગાંધી મૂલ્યો, ગાંધી વિચારોને લોકોએ પાછળ છોડી દીધા છે. પરંતુ સુરેન્દ્રનગરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર વિચારતા કરી દે તેવો છે. સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરીની બહાર ધરતી બચાવો અભિયાન અંતર્ગત કેટલાક લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ગાંધીજીની પૂણ્ય તિથી હોવાથી ઉપવાસ પર બેસેલા લોકોએ ગાંધીજીની તસ્વીર કે મૂર્તિને સુતરની આંટી પહેરાવવા માટે કલેક્ટર ઓફિસના તમામ વિભાગોમાં ફર્યા પરંતુ કલેક્ટર ઓફિસમાં ક્યાંય પણ ગાંધીજીની પ્રતિમા કે તસ્વીર જોવા ન મળી.
આ ઘટના બાદ ઉપવાસ કરી રહેલા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોનું કહેવુ છે કે જિલ્લાની સૌથી મોટી કચેરીમાં જ ગાંધીજીની મૂર્તિ કે ફોટો ન હોય તે શરમજનક બાબત છે. પ્રતિક ઉપવાસ પર બેસેલા લોકોએ આ ઘટનાને ગાંધીજીનું અપમાન ગણાવ્યુ.
Input Credit- Sajid Belim- Surendranagar
