Gujarati Video : સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ

| Edited By: | Updated on: Jun 05, 2023 | 12:43 PM

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે.

Surat : સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે. જ્યાં એલપી સવાણી સ્કૂલથી TGB હોટલ વચ્ચે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી.

આ પણ વાંચો : Surat : બારડોલીમાં લેપટોપ, મોનિટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 253 લેપટોપ સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખોદકામ કરતી વખતે જમીન નીચેથી પસાર થતી 300 મીમી વ્યાસની લાઈન તૂટી જતાં પાણીનો ધોધ રસ્તા ઉપર વહેવા લાગ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘટના સમયે કેટલું પાણી વહી રહ્યું હતું.

કવાંટના કડીપાણી ગામના ટાંકામાં પડી હતી મોટી તિરાડ

તો આ અગાઉ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના કડીપાણી સ્થિત પાણી પુરવઠા યોજનાના ટાંકામાં મોટી તીરાડ પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. ઉનાળામાં કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જે માટે સરકારે રૂપિયા 145 કરોડના ખર્ચે હાફેશ્વર સુધારણા જૂથના પાણી પુરવઠા યોજના બનાવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો