Surat : બારડોલીમાં લેપટોપ, મોનિટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 253 લેપટોપ સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat : બારડોલીમાં લેપટોપ, મોનિટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 253 લેપટોપ સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:37 PM

સુરતના બરડોલીમાં લેપટોપ, મોનિટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 253 લેપટોપ સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Surat: બારડોલીમાં લેપટોપ અને મોનિટરની ચોરી કરતી ગેંગ પોલીસ સકંજામાં આવી ગઇ છે. નાગપુર અને બારડોલી પોલીસે સંયુક્ત ઓપેરશન કરી લેપટોપ અને મોનિટરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ 9 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જો કે એક આરોપી ઇરફાનને વોન્ટેડ જાહેર કરાયો છે.

આ પણ વાંચો : સુરતમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 8 હજાર દિવડાની આરતી કરાઈ, 70 હજાર લોકોએ ફ્લેશ લાઈટ કરી, જુઓ Photo

ચોરીનો માલ લેનાર ઇરફાન લેપટોપનું સેમ્પલ લઇ મુંબઈ ગયો હોવાથી પોલીસ પકડથી દૂર છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપ અને મોનિટરની ચોરી કરનાર શખ્સે બારડોલીમાં રહેતા ઈરફાન નામના શખ્સને 253 લેપટોપ આપ્યા હતા. અને બારડોલીના કોબા પાર્ક પાસે છેલ્લા બે દિવસથી કન્ટેનર પાર્ક હતું. મહત્વનું છે કે બેંગ્લોરથી લેપટોપ અને મોનિટર ભરીને દિલ્લી જતા ટ્રેલરની ચોરી થઇ હતી. નાગપુર પાસે બીજા ટ્રેલરમાં ભરી તમામ લેપટોપ મોનિટરની ચોરી કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">