Breaking News : લો બોલો મંદિરમાંથી ઝડપાયું જુગારધામ ! ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી 8 જુગારીની કરી ધરપકડ, જુઓ Video
બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. ગુજરાતમાં જુગાર રમવા પર પ્રતિબંધ હોવા છતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ઉતારા વિભાગમાં પાર્ષદ સહિત 8 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા છે.
બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. ગુજરાતમાં જુગાર રમવા પર પ્રતિબંધ હોવા છતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ઉતારા વિભાગમાં 8 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા છે. મંદિરના પાર્ષદ સહિત 8 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર 1 લાખ 70 હજારથી વધુનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાર્ષદ હરિકૃષ્ણ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મંદિરના ઉતારા વિભાગમાં 8 જુગારી ઝડપાયા
ઉલ્લેખનીય છે કે બોટાદના પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના ઉતારા વિભાગમાં જુગાર રમતા આઠ વ્યક્તિઓ પોલીસે ઝડપી પાડ્યા છે. આઠમાંથી એક વ્યક્તિ મંદિરનો પાર્ષદ હરિકૃષ્ણ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાર્ષદ હરિકૃષ્ણ બહારથી લોકોને બોલાવીને મંદિરમાં જુગાર રમાડતો હતો. પોલીસે 1,70,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટના બાદ ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં મુકાયું છે.જેના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
