Breaking News : રાજકોટ આજી ડેમમાં દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા, ત્રણના મોત, જુઓ Video
રાજકોટના આજી ડેમમાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં ચાર વ્યક્તિ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
રાજકોટના આજી ડેમમાં બનેલી એક ગમખ્વાર ઘટનામાં ચાર વ્યક્તિ પાણીમાં ડૂબી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલી રહી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે વ્યાપક કામગીરી હાથ ધરી છે.
આજી ડેમ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ સૂત્રો દ્વારા ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Gujarat New Liquor Policy: હવે, ગુજરાતમાં દારૂના નિયમોમાં થશે ફેરફાર, જાણો
