મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર મેદાને, પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટાચૂંટણી લડીશ.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે.
ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટાચૂંટણી લડીશ. આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ સાથે તેમનો ખુલીને વિરોધ કરવાનું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે.
Latest Videos