પૂર્વ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું, ”કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ ઓછુ પણ કોઈ રોગને હળવાશથી ન લેવો જોઈએ”

WHOએ ઓમિક્રોનને હળવાશથી ન લેવા અંગે આપેલી ચેતવણી પર નીતિન પટેલે જણાવ્યુ હતુ કે WHOની ગાઈડલાઈનનું પાલન તો થવુ જ જોઈએ. તેમણે જણાવ્યુ કે રોગ કોઈપણ હોય તેને હળવાશથી ક્યારેય ન લેવો જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:55 PM

ગુજરાતના પૂર્વ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (Nitin Patel) બીજી લહેર વખતની સ્થિતિ અને શરુ થયેલી ત્રીજી લહેર (third wave) વખતે રાખવાની સાવચેતીઓ વિશે TV9 ગુજરાતીને માહિતી આપી હતી. તેમણે નિયંત્રણો લાદવા જોઈએ એવી સ્થિતિ હાલ છે કે નહીં? હોસ્પિટલોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે શું માર્ગદર્શિકા હોવી જોઈએ? જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

પૂર્વ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરના દર્દીઓના લક્ષણો અને રોગની ગંભીરતા બંને અલગ છે. નીતિન પટેલે જણાવ્યુ કે ત્રીજી લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

જો કે આ લહેરમાં રાહતના સમાચાર હોવા અંગે જણાવતા તેમણે કહ્યું કે આ ત્રીજી લહેરમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરવા પડે, ઓક્સિજન આપવો પડે તેવા કોઈ દર્દી હાલમાં હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં ન હોવાનું નીતિન પટેલે જણાવ્યુ હતુ.

WHOએ ઓમિક્રોનને હળવાશથી ન લેવા અંગે આપેલી ચેતવણી પર નીતિન પટેલે જણાવ્યુ હતુ કે WHOની ગાઈડલાઈનનું પાલન તો થવુ જ જોઇએ. તેમણે જણાવ્યુ કે રોગ કોઇપણ હોય તેને હળવાશથી ક્યારેય ન લેવો જોઇએ.

આ પણ વાંચોઃ Gandhinagar: ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

આ પણ વાંચોઃ ગાંધીનગર : સીએમના અધ્યક્ષસ્થાને રાજયમાં કોરોના સ્થિતિની સમીક્ષા થઇ, હોમ આઇસોલેશન દર્દીનું સતત મોનિટરિંગ કરવા આદેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">