પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા, જુઓ Video

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા, જુઓ Video

| Updated on: Jun 24, 2026 | 5:14 PM

ગાંધીનગરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલમાં ટ્રાફિક જામમાં ફસાતા રોષે ભરાયા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસકર્મીઓની ગેરહાજરી જોઇ તેમણે DYSP કચેરી પહોંચી પોલીસકર્મીઓનો ઉધડો લીધો.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તાજેતરમાં કલોલ ખાતે ટ્રાફિક જામમાં ફસાઈ જતાં નારાજ થયા હતા. આ ઘટનામાં તેમણે ટ્રાફિક સંચાલન માટે હાજર ન હોવાથી પોલીસકર્મીઓનો ઉધડો લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કલોલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન માટે સ્થળ પર કોઈ પોલીસકર્મી ન જોતા, તેમણે તાત્કાલિક DYSP કચેરીનો સંપર્ક કર્યો હતો. ત્યાં પહોંચી તેમણે પોલીસકર્મીઓને ટ્રાફિક સંચાલનમાં બેદરકારી બદલ ખખડાવ્યા હતા.

નીતિન પટેલે અધિકારીઓના સંકલનના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કોઈને જવાબદારી જ નથી.” આ ઘટના બાદ તેમણે જિલ્લા પોલીસ વડા (SP) ને આ અંગે ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટનાએ કલોલ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે, અને સત્તાધીશો દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

બીજી ઘટના બાદ ફરી જાગ્યું તંત્ર, લખનઉ અગ્નિકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગની કોચિંગ ક્લાસિસ પર તવાઈ

Follow Us