વડોદરા વીડિયો : પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે ઝડપાયો લાખોનો દારુ, 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

વડોદરા વીડિયો : પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે ઝડપાયો લાખોનો દારુ, 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

| Edited By: | Updated on: Jan 30, 2024 | 2:55 PM

વડોદરાના પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે દારુ ઝડપાયો છે.ગામના સરપંચના ઘરેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહીલના ઘરેથી 1,99,200ની કિંમતના દારુનો જથ્થો ઝડપાયો હતો.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે વડોદરાના પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે દારુ ઝડપાયો છે.ગામના સરપંચના ઘરેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહીલના ઘરેથી 1,99,200ની કિંમતના દારુનો જથ્થો ઝડપાયો હતો. તેમજ પોલીસે 32 લાખના મુદ્દામાલ સાથે સરપંચની ધરપકડ કરી છે. આ ઘટનામાં 3 આરોપીઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યા હતા.

નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

બીજી તરફ આ અગાઉ વડોદરાના નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જ્યાં 496 જેટલી વિદેશી દારુની બોટલો સાથે 3 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ નંદેસરી ગામના માજી સરપંચના ફાર્મહાઉસમાં દારુનો જથ્થો રખાતો હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત માજી સરપંચનો ભાગીદાર અમજદ શેખ પણ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો