Monsoon 2022: ગુજરાતમાં ફરી છવાશે વરસાદી માહોલ, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ થવાની કરી આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની (Rain) હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 3:24 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ 50 ટકા વરસાદ (Rain) ખાબકી ચુક્યો છે. જો કે શરુઆતના વરસાદે જ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં તારાજી સર્જી દીધી છે. હજુ ઘણા સ્થળોએ પાણી ઓસર્યા પણ નથી. ત્યાં ફરી વરસાદ સમગ્ર રાજ્યને ધમરોળશે. હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. 19 જુલાઇથી 22 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે.

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

19 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. 19 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 20 અને 21 જુલાઈએ છુટોછવાયો વરસાદ રહેશે. તો 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">