Nadiad Breaking News : આવી પ્રોડક્ટ ખાઓ છો તમે! સુપર બેકર્સમાં એવું શું મળ્યું કે, ફટકારાયો મોટો દંડ, જુઓ Video

Nadiad Breaking News : આવી પ્રોડક્ટ ખાઓ છો તમે! સુપર બેકર્સમાં એવું શું મળ્યું કે, ફટકારાયો મોટો દંડ, જુઓ Video

| Updated on: Sep 09, 2026 | 4:38 PM

ખેડાના નડિયાદમાં સંતરામ રોડ પર આવેલા સુપર બેકર્સ પર ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. બિનઆરોગ્યપ્રદ બેકરી આઈટમ વેચવાના આક્ષેપ બદલ દુકાનને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ફૂડ સેફ્ટીને લઈને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના સંતરામ રોડ પર આવેલા જાણીતા ‘સુપર બેકર્સ’ પર બિનઆરોગ્યપ્રદ બેકરી આઈટમ્સ વેચવામાં આવતી હોવાના આક્ષેપને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી પાઉંના સેમ્પલ એકત્ર કર્યા હતા, જેને વધુ પૃથુકરણ અને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ અને દરોડાની કાર્યવાહી દરમિયાન સુપર બેકર્સને રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નરે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે કડક પગલાં લેવાની અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપી છે. દરોડા સમયે, ખરાબ જથ્થો નહીં વેચવાની ખાતરી બાદ જ દુકાન નિયમ મુજબ ફરી ખોલવામાં આવી હતી. તંત્રનો હેતુ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો પૂરા પાડવાનો છે.

ગુજરાતના 161 બ્રિજને લઈને મોટો ખુલાસો! ક્યાંક તમારો રસ્તો તો નથી ને? જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.