Gujarati Video : અમદાવાદમાં વાયરસ ઇન્ફેકશનના કેસમાં વધારો, સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા

|

Mar 27, 2023 | 2:07 PM

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બે ઋતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના પગલે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં પણ વધારો થતો જઇ રહ્યો છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાયા

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બેવડી ઋતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. આ પૂર્વે 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વાયરલ ઈન્ફેક્શનના 1419 કેસ નોંધાયા હતા.

કમોસમી વરસાદના પગલે ડબલ સિઝન થતા વાયરલના કેસમાં મોટો વધારો થયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 6 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી એક 8 મહિનાનું બાળક ઓક્સિજન પર છે. તો 88 વર્ષના વૃદ્ધ વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે એક દર્દી બાયપેપ પર છે. બાકીના 3 દર્દીની તબિયત સ્થિર છે.

કોરોનાના કેસમાં પણ વધારો

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડના એક દર્દીનું કોરોનાના કારણે મોત થયુ છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 118 કેસ નોંધાયા છે, તો રાજકોટ શહેરમાં 30 કેસ અને રાજકોટ ગ્રામ્યમાં 14 કેસ, સુરત શહેરમાં 25 કેસ અને સુરત ગ્રામ્યમાં 8 કેસ, મોરબીમાં 17 કેસ અને કચ્છમાં 5 કેસ નોંધાયા છે.

આ સાથે વડોદરા શહેરમાં 14 કેસ અને વડોદરા ગ્રામ્યમાં 16 કેસ, ભાવનગર શહેરમાં 5 કેસ અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 1 હજાર 697 એક્ટિવ કેસ છે. જ્યારે 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Next Video