નવા વર્ષના પહેલા દિવસે ફ્લાવર શો જોવા ઉમટ્યા અમદાવાદીઓ, 15થી વધુ થીમે લોકોમાં જમાવ્યુ આકર્ષણ
Ahmedabad News : આ વર્ષે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આ વખતે ફ્લાવર શોમાં ખાસ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જો કે કોરોનાએ વિશ્વમાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેને જોતા ફ્લાવર શોમાં કોરોનાના કડક નિયમોનું પાલન કરાવાશે.
નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાનો બેવડો લાભ અમદાવાદીઓ ભરપૂર ઉઠાવી રહ્યા છે. 2 વર્ષ બાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન થયુ હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા છે. આ વર્ષે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આ વખતે ફ્લાવર શોમાં ખાસ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જો કે કોરોનાએ વિશ્વમાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેને જોતા ફ્લાવર શોમાં કોરોનાના કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાવર શો જોવા માટે માસ્ક ફરજીયાત છે.
15થી વધુ થીમ પર ફ્લાવર શોનું આયોજન
આ વખતે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ઓલમ્પિક, ધન્વંતરિ, યોગા, એનીમલ થીમ, આઝાદીના અમૃત મહોત્સવ, અર્બન 20 અને G20 સહિતની થીમ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લાવર શો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે.
ફલાવર શોમાં વિવિધ આકર્ષણ
ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે.
(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ, અમદાવાદ)
