Gujarati Video : હેરોઈન સાથે ઝડપાયેલા પાંચ ઈરાનીઓને લવાયા ઓખા, છેલ્લા 18 મહિનામાં રૂ. 2355 કરોડનુ ઝડપાયુ છે ડ્રગ્સ, જુઓ Video

|

Mar 07, 2023 | 8:10 AM

ગુજરાતને અડીને આવેલ ભારતીય જળસીમામાંથી, છેલ્લા અઢાર મહિનામાં, ICG અને ATS સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આઠ વિદેશી જહાજોને ઝડપી લીધા હતા અને 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

રાજ્યમાં અવારનવાર નશીલા પદાર્થો પકડાતા હોય છે. તેવી જ એક ઘટના પોરબંદરમાં ભારતીય જળસીમા જોવા મળી છે. ભારતીય જળસીમામાંથી ઈરાની બોટને 61 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ATS અને કોસ્ટગાર્ડે 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. તેમજ ભારતીય જળસીમામાંથી બોટ કબજે કરી છે. ઈરાની બોટ અને તેમાથી ઝડપાયેલા પાંચ ઈરાની ક્રુ મેમ્બરની વધુ તપાસ માટે  ઓખા લઈ જવાયા છે. ગુજરાતને અડીને આવેલ ભારતીય જળસીમામાંથી, છેલ્લા અઢાર મહિનામાં, ICG અને ATS સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આઠ વિદેશી જહાજોને ઝડપી લીધા હતા અને 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :Porbandar: ઓનલાઈન આફત તે આનું નામ ! યુવકે ઓનલાઈન દુલ્હન શોધી તો નીકળી માથાભારે ડોન, વૈભવી શોખ સાથે અનેક ગુનામાં સામેલ હતી

અમદાવાદમાં ઝડપાયું ડ્રગ્સ

થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા.

Next Video