Porbandar : વેરો ન ભર્યો તો ઘરે ઢોલની રમઝટ બોલશે ! વેરો ન ભરનારા સામે નગરપાલિકાનો નવતર પ્રયોગ
પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ કર્યો છે.પોરબંદરમાં નગરપાલિકાનો સ્ટાફ ઢોલ લઈ વેરો વસુલવા નીકળ્યો છે.
સામાન્ય રીતે શુભ પ્રસંગોમાં ઢોલ વગાડવામાં આવતો હોય છે, પરંતુ પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ કર્યો છે.પોરબંદરમાં નગરપાલિકાનો સ્ટાફ ઢોલ લઈ વેરો વસુલવા નીકળ્યો છે. નવાઈની વાત તો એ છે કે બદનામીના ડરથી લોકો વેરો ભરવા માટે દોટ મુકી રહ્યા છે.તો બીજી તરફ વેરો ન ભરનાર બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.સાથે જ પાણી કનેક્શન કાપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.
બદનામીના ડરથી લોકોની વેરો ભરવા માટે દોટ !
તો આ તરફ સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે.પોરબંદરના અમુક વિસ્તારો વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતાઓ કરી રહ્યા છે. ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષ નેતાએ રાગદ્રેશ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. આટલું જ નહીં પણ વેરો ભરતી જનતા તરફથી પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ચીફ ઓફિસર ગ્રાન્ટ ફાળવ્યા મુજબ વિકાસના કામ નહીં કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તરફથી અમુક વિસ્તારોને જાણી જોઈને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. આ વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓ નથી મળી રહી.