વલસાડ ઉમરગામ GIDCમાં આગ લાગવાની ઘટના, આસપાસની બે કંપની આગની ચપેટમાં, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 19, 2023 | 5:08 PM

વલસાડના ઉમરગામ GIDC ખાતે આવેલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ કંપનીમાં આગ લાગતા કેમિકલ રસ્તા સુધી આવતા ત્રણ કંપનીઓ આગની લપેટમાં આવી હતી. આગ લાગતા કંપનીમાં રહેલું કેમિકલ રસ્તા અને ગટરમાં ઊતરી જતાં આગ પર કાબૂ કરવો મુશ્કેલ બન્યો છે. એક પછી એક આજુબાજુની ત્રણ કંપનીઓ સુધી આગ પ્રસરી છે. ફાયર માટે મેજર કોલ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

વલસાડના ઉમરગામ તાલુકાની GIDCમાં ભારત રેસીન્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુની બે કંપની પણ આગની ચપેટમાં આવી હતી. કંપનીમાં રાખેલ કેમિકલ બળી ગયું હતું. આ કેમિકલ ગટર મારફતે બહાર આવતા અન્ય ફેક્ટરી પણ આગની ચપેટમાં આવી હતી.

કંપનીઓમાંથી કેમિકલ રસ્તા પર આવી જતા ફાયર વિભાગના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા જિલ્લામાંથી તેમજ દમણ અને સેલવાસ સહિતથી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આ આગની ઘટનામાં 3 કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : વાપીમાં નવરાત્રીમાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં મારામારી, ઘટનાના CCTVમાં કેદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 19, 2023 05:08 PM