આગની ઘટનાઃ રાજકોટમાં ફર્નીચરની તો વડોદરામાં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુની દુકાન બળીને થઈ ખાક, જુઓ Video
રાજકોટ અને વડોદરામાં આગની ઘટના સામે આવી છે. રાજકોટના કટારિયા ચોકડી નજીક આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગમા આગ લાગી હતી જ્યારે વડોદરાના સુલતાનપુરામાં ઇલેક્ટ્રોનિક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓની ભારે જહેમત બાદ, આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમા રાજકોટના કટારિયા ચોકડી નજીક આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગમા આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટની ધ ગ્રાન્ડ પેલેસ નામની બિલ્ડીંગના 12 માળ પર આગ લાગી છે. બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના જોઈને સ્થાનિકોએ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, મળતી માહિતી અનુસાર હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફર્નીચરનું મટીરિયલ્સ હોવાથી આગ વિકરાળ બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ હાઈરાઈઝ બિલ્ડીંગ નવી જ બનતી હોવાથી તેમા કોઈ પણ માણસ રહેતું ન હતું.
આ પણ વાંચો : Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું
તો બીજી તરફ વડોદરામાં બનેલ આગની ઘટનાની વાત કરીએ તો, વડોદરાના સુલતાનપુરામાં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક અને કેબલના હોલસેલ વિક્રેતાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દુકાનમાં પ્લાયવુડનો જથ્થો હોવાથી આગે વિકાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેથી આજુ બાજુની દુકાનોમાં પણ આગ પ્રસરી હોવાનું સામે આવી રહ્યું છે. આ સંપૂર્ણ માહિતીની જાણ થતા મેયર સહિતના અધિકારી ઘટના સ્થળે આવી પહોચ્યા હતાં. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો.