Vadodara : મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 30, 2025 | 11:37 AM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના સાવલીના મંજુસર GIDCમાં આગની ઘટના બની હતી. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાઈલ્સનો પાઉડર બનાવતી ટોરે સીડ નામની કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના સાવલીના મંજુસર GIDCમાં આગની ઘટના બની હતી. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાઈલ્સનો પાઉડર બનાવતી ટોરે સીડ નામની કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચારથી વધુ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો જોવા મળ્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે ઘટનામાં જાનહાનિ નહીં થઈ નથી.

મંજુસર GIDCમાં આગની ઘટના

મહત્ત્વનું છે કે મંજુસર GIDCમાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. ટાઈલ્સનો પાવડર બનાવતી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. જેના પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો