Breaking News : દિવાળી પહેલા રાજકોટના સોની બજારમાં લાગી ભીષણ આગ, એકનું મોત, જુઓ Video

Breaking News : દિવાળી પહેલા રાજકોટના સોની બજારમાં લાગી ભીષણ આગ, એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 14, 2025 | 12:38 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દિવાળી પહેલા જ રાજકોટના દિવાનપરા સ્થિત સોની બજારમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનામાં એક કારીગરનું મોત નિપજ્યું છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દિવાળી પહેલા જ રાજકોટના દિવાનપરા સ્થિત સોની બજારમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનામાં એક કારીગરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર શ્રી હરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે લાગી ભીષણ આગ લાગી હતી.

દુકાનમાં સોની કામ કરવા માટે ગેસ સિલિન્ડર હોવાથી આગ વિકરાળ બની હતી. દુકાનમાં ભીષણ આગ લાગતા ધુમાડાનો ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યો હતા. જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો. દુર્ઘટના સમયે દુકાનમાં કુલ 10 લોકો કામગીરી કરી રહ્યાં હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.

તો આગ લાગવાની જાણ થતા જ ACP સહિતનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ACP બી.જે.ચૌધરીના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદથી લેવાશે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં અગાસી પર બનાવવામાં આવેલો કાયદેસર છે કે ગેરકાયદે તે અંગે પણ તપાસ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 14, 2025 11:24 AM