Surat : કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

Surat : કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 28, 2025 | 10:26 AM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરત લિંબાયત વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરત લિંબાયત વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

કાપડ અને ભંગારને કારણે આગે વિકરાળ સ્વરુપ લીધું હતું. 4 ફાયર સ્ટેશન પરથી 7 ગાડી આગ બુઝાવવા પહોંચી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે હજી આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.

GIDCમાં લાગી હતી આગ

બીજી તરફ આ અગાઉ અમદાવાદના વટવા GIDCમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. દૂર દૂર સુધી  ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.  ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ મેળવ્યો હતો.