Surat : પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા, જુઓ Video

Surat : પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 23, 2025 | 2:37 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાં આગ લાગવાની ઘટના બની છે. સુરતના પાલનપુરના કોમર્શિયલ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાં આગ લાગવાની ઘટના બની છે. સુરતના પાલનપુરના કોમર્શિયલ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોરા ભાગળના નક્ષત્ર સોલિટેરમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ સ્થાનિકોમાં નાસભાગ થઈ હતી.

મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે કોમર્શિયલ કોમ્પલેક્સના શેડમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

દાહોદમાં સોલાર પ્લાન્ટમાં લાગી હતી આગ

બીજી તરફ ગઈકાલે દાહોદમાં NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરા અને છોટાઉદેપુરના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. જો કે હજી પણ આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો