Ahmedabad: હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસમાં લાગી આગ, બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં

|

Sep 16, 2022 | 10:12 AM

અમદાવાદમાં મેમનગરમાં હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસ અચાનક જ આગથી ભડકે બળવા લાગી હતી. આગ લાગતા જ ડ્રાયવર તેમજ તેમની સાથે બસ સ્ટેન્ડમાં હાજર સ્ટાફ દ્વારા તમામ મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ. શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. બસમાં લાગેલી આગને કારણે BRTS બસ સ્ટેન્ડ પણ ઝપેટમાં આવ્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની (Fire Brigade)  ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી. બસમાં સવાર તમામ મુસાફરોને સમયસૂચકતા વાપરી બહાર કાઢી લેવામાં આવતા સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

બસની સાથે બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં

અમદાવાદમાં મેમનગરમાં હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસ અચાનક જ આગથી ભડકે બળવા લાગી હતી. આગ લાગતા જ ડ્રાયવર તેમજ તેમની સાથે બસ સ્ટેન્ડમાં હાજર સ્ટાફ દ્વારા તમામ મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. જે પછી આ આગની ઝપેટમાં સમગ્ર BRTS બસ સ્ટેન્ડ પણ આવી ગયુ હતુ. જેથી બસ સ્ટેન્ડમાં જે મુસાફરો હતા તેમને બસ સ્ટેન્ડની પણ બહાર જવા સૂચના આપી દેવામાં આવી હતી. જો કે આગના કારણે દુર દુર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જો કે ફાયરની ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

સમય સૂચકતાના કારણે કોઇ જાનહાની થઇ નથી. તમામ મુસાફર અને ડ્રાયવર,કંડક્ટરનો જીવ પણ બચી ગયો છે. જો કે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. કારણકે જો ગરમીની સીઝન હોય તો વાહનમાં હીટ લાગવાના કારણે આગ લાગવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ વહેલી સવારે દોડતી આ બસમાં આગ લાગી છે. વરસાદના કારણે હાલ ઠંડકનું વાતાવરણ પણ છે. ત્યારે આ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Published On - 10:00 am, Fri, 16 September 22

Next Video