Breaking News : વાપીમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી આગ, ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.
ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
જીમિત પ્લાસ્ટિક પ્રોડકટ નામની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગે વિકરાળ રુપ ધારણ કરતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
