વિદેશથી આવતા લોકોની બેદરકારી પડી શકે છે ભારે, અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર 10 વિરુદ્ધ FIR

વિદેશથી આવતા લોકોની બેદરકારી પડી શકે છે ભારે, અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર 10 વિરુદ્ધ FIR

| Edited By: | Updated on: Dec 10, 2021 | 11:42 PM

Ahmedabad: એએમસી દ્વારા અત્યાર સુધીમાં 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ચાંદખેડાના ચાર, મણિનગરના ત્રણ અને વાસણાના એક વ્યકતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Corona in Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો (Corona Case) વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ એવરેજ 15થી 20 કેસો પૉઝિટિવ આવે છે. જેને લઈને એએમસી (AMC) દ્વારા શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર રેપીડ અને RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 32 જગ્યાએ ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

શહેરમાં દરરોજ 6 હજારથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય બહાર અને વિદેશથી આવતા લોકોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. હોમ કોરંટાઇનના નિયમનો ભંગ કરનાર સામે એએમસીએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર લોકો સામે એએમસી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વિદેશથી આવેલા મુસાફરો હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરતા એપેડેમીક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એએમસી દ્વારા અત્યાર સુધીમાં 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ચાંદખેડાના ચાર, મણિનગરના ત્રણ અને વાસણાના એક વ્યકતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં નિયમનું પાલન ન કરતા કાર્યવાહી કરી છે.

 

આ પણ વાંચો: ત્રીજી લહેરની આશંકાને લગાલે અંબાજી કોવિડ સેન્ટર સજ્જ, 120 ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન તૈયાર

આ પણ વાંચો: ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની હાલત ગંભીર, ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા