Surat Video: બાળ અધિકાર આયોગની સૂચના બાદ ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા-વાન સામે આરટીઓની લાલ આંખ, 6 લાખ રુપિયાનો દંડ ફટકારાયો
સુરતમાં બાળ અધિકાર આયોગની સૂચના બાદ આરટીઓએ લાલ આંખ કરી છે. ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા- વાન સામે લાલ આંખ કરી છે. આરટીઓ દ્વારા વધુ પડતા બાળકોને વાનમાં લઈ જતા રિક્ષા વાન માલિકોને આરટીઓ દ્વારા રૂપિયા 6 લાખનો દંડ ફટકારાયો છે.
Surat : સુરતમાં બાળ અધિકાર આયોગની સૂચના બાદ આરટીઓએ લાલ આંખ કરી છે. ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા- વાન સામે લાલ આંખ કરી છે. આરટીઓ દ્વારા વધુ પડતા બાળકોને વાનમાં લઈ જતા રિક્ષા વાન માલિકોને આરટીઓ દ્વારા રૂપિયા 6 લાખનો દંડ ફટકારાયો છે.
આ પણ વાંચો : Surat: સચિન વિસ્તારના વાંજ ગામે 5 ઈસમોએ ફિલ્મી ઢબે કરી લૂંટ, લાખોની લૂંટ કરી ફરાર, જુઓ Video
બાળ આયોગે ફરિયાદના આધારે શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો. જેમાં કલેકટરે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. મળતી માહિતી અનુસાર હવે આરટીઓ અઠવાડિયામાં બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે.
અમદાવાદની જેમ ઢોર પકડવાની નીતિ અપનાવશે
તો બીજી તરફ સુરત મનપા હવે અમદાવાદની જેમ ઢોર પકડવાની નીતિ અપનાવશે. ઢોરના કારણે અકસ્માતમાં જે નુકસાની થશે તે ઢોર માલિક પાસેથી વસૂલવામાં આવશે.સાથે ઢોર માલિક સામે ગુનો દાખલ કરાશે. મનપા રખડતા ઢોરની RFID ટેગીંગ અને અમદાવાદની જેમ જીપીએસની નીતિ અપનાવશે.