Surat: ભાજપનો પત્રિકા કાંડનો મામલો, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠકની કરાઇ પૂછપરછ, જુઓ Video
સુરતમાં ભાજપ પત્રિકાકાંડના મામલે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ કરવામાં આવી રહી છે. પત્રિકાકાંડમાં પકડાયેલા રાકેશ સોલંકી સાથે રાજુ પાઠકે ફોન પર વાતો કરી હોવાના પૂરાવા મળ્યા હતા.
Surat: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા ધારાસભ્યો સહિતના આગેવાનો વિરુદ્ધ ખોટા આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરાઈ હતી. આ ઘટનામાં હવે સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ સુરત ક્રાઈમ બ્રાંચ ખાતે રાજુ પાઠકે જણાવ્યું હતું કે પોલીસની જે કઈ પૂછપરછ છે એમાં મારો સહયોગ છે. ન્યાયતંત્રમાં મને વિશ્વાસ છે. પોલીસને જે કઈ સહકાર જોઇશે તે હું સહકાર આપીશ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ અન્ય કેટલાક ધારાસભ્યોની ખોટી બદનક્ષી કરતી પેનડ્રાઈવને લઈને ભારે ચકચાર મચી છે. સીઆર પાટીલ તેમજ ધારાસભ્યોને લઈને તેમની વિરુદ્ધ ખોટા આક્ષેપો વાળું લખાણ પેનડ્રાઈવ મારફતે અલગ અલગ નેતાઓને મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ પ્રકરણમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરવામાં આવી હતી.
રાજુ પાઠકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસની જે કઈ પૂછપરછ છે એમાં મારો સહયોગ છે. ન્યાયતંત્રમાં મને વિશ્વાસ છે. પોલીસને જે કઈ સહકાર જોઇશે તે હું સહકાર આપીશ. મને પૂછપરછમાં બોલાવ્યો હતો ત્યારે મારે જે કઈ પણ જવાબ આપવાના હતા તે મેં આપ્યા છે. ભવિષ્યમાં પણ જો પોલીસને કોઈ સહયોગ આપવાનો હશે તો હું આપીશ. તપાસના અંતે જે સાચી હકીકત હશે તે બહાર આવી જશે.
આ પણ વાંચો : Gujarati Video: બિનઅધિકૃત રીતે ખેતરોમાં પવનચક્કી નાખતી કંપની સામે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મહત્વનું છે કે આ ઘટનામાં અગાઉ રાકેશ રણજીત સોલંકી, ખુમાનસિંહ જસવંતસિહ પટેલ અને દીપુ ઉર્ફે સોનું લાલચંદ યાદવની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ આઈટી એક્ટ અને બનાવટી દસ્તાવેજોની કલમ ઉમેરી મંગળવારે જેલભેગા કરી દીધા હતા ત્યારે હવે આ પ્રકરણમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખની પૂછપરછ થતા ભારે ચકચાર જાગી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો