બરોડા ક્રિકેટ એસોસિએશન કબજે કરવા ખરાખરીનો ચૂંટણી જંગ, પૂર્વ ક્રિકેટરો પણ વહેંચાયા બે છાવણીમાં
બરોડા ક્રિકેટ એસોસિએશનના ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરોએ પણ ઝંપલાવ્યું છે. જેના કારણે આ ચૂંટણી જંગ વધુ રોચક બન્યો છે. BCA ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટર અને ટીવી કોમેન્ટર ઈરફાન પઠાણ પણ કૂદયા છે. ઈરફાન પઠાણે સત્યમેવ જયંતે ગ્રુપને ખુલ્લું સમર્થન કર્યું છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના (BCA) હોદેદ્દારો માટે આજે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જ્યોતિ સર્કલ પાસે રામબાગમાં યોજાઈ રહેલ ચૂંટણીમાં, BCAની સત્તા ભોગવવા માટે બે જૂથો વચ્ચે કાંટે કી ટક્કર થઈ છે.
રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયંતે જૂથ સામસામે ચૂંટણી લડી રહ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના 31 પદ માટે બન્ને પેનલના કુલ 62 ઉમેદવારો ચૂંટણી જંગમાં લડી રહ્યાં છે. 2098 મતદારો બરોડા ક્રિકેટ એસોસિએશનનુ ભાવિ ઘડશે. 17 ફેબ્રુઆરીએ જાહેર થશે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ.
બરોડા ક્રિકેટ એસોસિએશનના ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરોએ પણ ઝંપલાવ્યું છે. જેના કારણે આ ચૂંટણી જંગ વધુ રોચક બન્યો છે. BCA ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટર અને ટીવી કોમેન્ટર ઈરફાન પઠાણ પણ કૂદયા છે. ઈરફાન પઠાણે સત્યમેવ જયંતે ગ્રુપને ખુલ્લું સમર્થન કર્યું છે. ઈરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડીયો પોસ્ટ કરીને BCA માં પરિવર્તન લાવવા ઈરફાન પઠાણે અપીલ કરી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા ગેરવહીવટ અંગે નિવેદન કરતા ઇરફાને કહ્યું, “બરોડાનું ક્રિકેટનું સ્તર ખુબ નીચે ગયું છે” બિનઅનુભવીને સિલેક્શન કમિટીનાં ચેરમેન બનાવી દેવાયા છે. ગેરવર્તનને લીધે મને CAC માં સભ્ય તરીકે નહોતું ફાવ્યું. Hello કહો તો જ BCA માં જોબ મળે છે તેવો આક્ષેપ ઈરફાન પઠાણે કર્યો છે. બરોડાનાં કોચ અફઘાનિસ્તાન ટીમને કોચિંગ આપે છે.
અરવલ્લી જિલ્લાના રાજકીય આગેવાનના ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર !