Gujarati Video : થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબને ધમકી, ડ્રેસિંગ કરવાની ના પાડતા ત્રણ લોકો ઉશ્કેરાયા

Gujarati Video : થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબને ધમકી, ડ્રેસિંગ કરવાની ના પાડતા ત્રણ લોકો ઉશ્કેરાયા

| Edited By: | Updated on: May 16, 2023 | 3:33 PM

Surendranagar News : ડ્રેસિંગ કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મહિલા તબીબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગરના (Surendranagar) થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા તબીબને (female doctor)  જાનથી મારી નાંખવાની ધમકી (threat) મળી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ડ્રેસિંગ કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મહિલા તબીબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો-Tender Today : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બાંધકામને લગતા જુદા જુદા ચાર કામો માટેનું ટેન્ડર જાહેર

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ શખ્સો ડ્રેસિંગ માટે આવ્યાં હતા, પરંતુ મહિલા તબીબે ડ્રેસિંગનો ઇનકાર કર્યો હતો અને OPDના સમયે આવવા કહ્યું હતું. જેથી ત્રણ શખ્સો ઉશ્કેરાયા હતા અને મહિલા તબીબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલા તબીબની ફરિયાદ બાદ થાન પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો