ગોધરામાં તત્કાલિન કલેક્ટર એસકે લાંગા વિરુદ્ધ નોંધાયેલી તપાસ હવે સ્થાનિક વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પાસેથી લઈ લેવામાં આવી છે. લાંગા વિરુદ્ધ ગોધરાના B ડિવિઝનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદમાં એસકે લાંગા આરોપી હતા. આ દરમિયાન લાંગા આ માટે ગોધરા ખાતે હાજરી ભરવા માટે આવતા હતા. ગાંધીનગરના કેસમાં પૂર્વ IAS અધિકારી લાંગા વોન્ટેડ આરોપી હતા. આમ છતાં B ડિવિઝન પોલીસ સ્ટેશનના PI રાહુલ રાજપૂત દ્વારા બેદરકારી દાખવી હતી અને વોન્ટેડ આરોપી તરીકે જાણકારી ગાંધીનગર પોલીસને કરી નહોતી. કેસની તપાસ કરી રહેલા DySP પીઆર રાઠોડ અને PI રાહુલ રાજપૂત દ્વારા બેદરકારી દાખવવાનુ સામે આવ્યુ છે. જેને લઈ DySP રાઠોડ પાસેથી તપાસ લઈ લેવામાં આવી છે. આ તપાસ હવે ગોધરા હેડક્વાર્ટર DySP એસબી કુંપાવતને સોંપવામાં આવી છે. એસપી હિમાંશુ સોલંકીએ બેદરકારી બદલ PI રાજપૂત સામે ઈન્કવાયરી સોંપી છે. જેની તપાસ હાલોલ DySP વીજે રાઠોડ સંભાળશે. લાંગા વોન્ટેડ હોવા છતાં પણ ગોધરામાં પોલીસ મથકે હાજરી ભરતા હતા એમ છતાં કેમ ગાંધીનગર પોલીસને અંધારામાં રાખી એ અંગે પણ તપાસ કરવામાં આવશે. આ પણ વાંચો : IND vs WI Test: વિરાટ કોહલી પોર્ટ ઓફ સ્પેનમાં જમાવશે સદી? ધીમી રમતને લઈ ભારતીય કોચે આપ્યો જવાબ! Video પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો