Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ, લાયસન્સ કર્યા રદ,જુઓ Video

Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ, લાયસન્સ કર્યા રદ,જુઓ Video

| Edited By: | Updated on: Jul 17, 2024 | 1:42 PM

રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનાર મેડિકલ સ્ટોર સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટ શહેર, જિલ્લામાં 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ શહેર, જિલ્લામાં ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલી બાતમીના આધારે અનેક મેડિકલ સ્ટોર પર તપાસ શરુ કરી હતી. જે પછી ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જીટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કર્યા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે પણ તવાઈ હાથ ધરી છે.

આ સિવાય નશીલી સીરપ વેચનાર 2 મેડિકલ સ્ટોર સંચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા હોવાનું સામે આવ્યુ છે.

Published on: Jul 17, 2024 01:40 PM